શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
અલ્માવાડી ગામે શેરડીના ખેતર માં ભીષણ આગ લાગી, ખેડૂતને લાખોનું નુકસાન;
ખેતરમાં ભીષણ આગમાં શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો;
શેરડી ના પાકમાં શોર્ટ સર્કિટ ને કારણે લાગી હોવાનો ખેડૂતે જણાવ્યું;
દેડીયાપાડા તાલુકાના અલ્માવાડી ગામનાં ખેડૂતના ભાટપુર ની સીમમાં આવેલ ખેતરમાં વાવેલા શેરડીના પાકમાં ભીષણ આગ લાગી હતી. જેથી શેરડીનો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો છે, આગની ઘટનાને લઈ ખેડૂતને અંદાજિત ૩ લાખનું નુકસાન થયુ છે. ખેતરમાં લહેરાતા પાકમાં આગ વીજ વિભાગ દ્વારા મુકેલી ડીપી પાસે સોર્ટ સર્કિટ ને કારણે લાગી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા પંથકમાં વર્ષોથી વ્યાપક પ્રમાણમાં શેરડીના પાકનું વાવેતર થાય છે. સમયાંતરે અલ્માવાડી ગામે રહેતા વિઠ્ઠલભાઈ પુનાભાઈ વસાવા નું ખેતર જે ભાટપુર ગામની સીમમાં આવેલું છે, જેનો ખાતા નંબર ૧૩૭ અને સર્વે નંબર ૧૮૨ છે, જેમાં સાંજે અંદાજિત સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટ ને કારણે શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગી હતી.
જેમાં ખેતરમાં લહેરાતો શેરડીનો પાક, પાણીના પાઇપો તેમજ કેબલ વાયર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો. જોકે, બાજુ નાં ખેતર માં પાણી વાળતા દિલાવરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા તેમજ આસપાસના ખેડૂતોએ આગ ઠારવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા.
આ અંગે ખેડૂત વિઠ્ઠલભાઈ પુનાભાઈ વસાવાએ જણાવ્યું કે, મારા ખેતરમાં ૫ એકર માં શેરડીનો પાક વાવ્યો હતો. આ શેરડીના પાક આગ લાગવાના કારણે સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયુ છે. ખેતરમાં આવેલી ડિપી ને કારણે ત્યાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગવા પામી છે.