Site icon Gramin Today

અનુસૂચિત જાતિના ખેડૂતોને મળશે વિનામૂલ્યે હાઇબ્રિડ શાકભાજી બિયારણ કીટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ 

તાપી જિલ્લા ખેડૂતો જોગ સંદેશ:

અનુસૂચિત જાતિના ખેડૂતોને મળશે વિનામૂલ્યે હાઇબ્રિડ શાકભાજી બિયારણ કીટ

વ્યારા: તાપી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત કચેરી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજી ના હાઇબ્રિડ બિયારણ કીટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજૂરી મળેલ છે.

આ યોજના અંતર્ગત હાઇબ્રિડ શાકભાજી ના ૦.૧૦ ગુંઠા સુધીના વાવેતર વિસ્તાર માટે રૂ. ૨૦૦૦ સુધીની મર્યાદામાં મર્યાદિત વિનામૂલ્યે કીટ મળવા પાત્ર છે. જેમાં ભીંડા તેમજ દુધી ના હાઇબ્રિડ શાકભાજી બિયારણ તેમજ જૈવિક ખાતર અને પ્લાસ્ટિક ક્રેટ્સ ની ઇનપુટ કીટ વિના મૂલ્યે આપવામાં આવશે. વર્ષ ૨૦૨૫-૨૬ યોજના હેઠળ લાભ લેવા માંગતા ઇચ્છુક તાપી
જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોએ ૭-૧૨. ૮-અ, આધાર કાર્ડ ની નકલ, જાતિનો સક્ષમ અધિકારી નો દાખલો અને સંયુક્ત ખાતેદાર ના કિસ્સામાં સંમતી પત્રક સાથે નિયત સમયમર્યાદા માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક ન:- ૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા-તાપી ખાતે નોંધ કરાવવાની રહેશે.

Exit mobile version