Site icon Gramin Today

સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુબીર પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુબીર પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની સૂચના અનુસાર સુબીર પોલીસ સ્ટેશનની ટીમે સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની રાજસ્થાનના કોટા શહેરમાંથી ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સુબીર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪) તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની કલમ ૬૬(C) અને ૬૬(D) હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુબીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. પટેલ તથા તેમની ટીમે રાજસ્થાનના કોટા ખાતે દરોડો પાડી આરોપી દીપેશ રામકિશન સેન (ઉંમર ૨૧, રહે.ફ્લેટ નં.સી.૨૦૧ મુકુન્દ્રા પ્રાઇમ દેઓલી અરબ રોડ રાજનગર ડિટેન્સ સ્કૂલ કોટા રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.આરોપીની ધરપકડ બાદ સુબીર પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version