Site icon Gramin Today

માચ પાટીયા પાસેથી પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી LCB નર્મદા:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા વિસ્તારના માચ પાટીયા પાસેથી પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા;

જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એ,એમ,પટેલ, ને મળેલ બાતમી અનુસંધાને અ.હે.કો. અશોકભાઇ તથા અ.હે.કો.વિજયભાઇ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના માચ ચોકડી ખાતે વોચ તેમજ વાહન ચેકીંગમાં હતા, તે દરમ્યાન એક ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) રજીસ્ટ્રેશન નં. MH-05-DK-4485 ની શંકાસ્પદ રીતે આવતા તેને રોકી મીની કન્ટેનરના વાહન ચાલક આશિષકુમાર રાજધારી વર્મા રહે. પુરશોત્તમનગર પો.સરખેઘુર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી મળતા વાહનની ઝડતી તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૫૨૪ કિ.રૂ. ૧૨,૮૧,૦૦૦/–ની મળી આવતા ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) ચાલક આશિષકુમાર રાજધારી વર્મા રહે. પુરશોત્તમનગર પો.સરખેલપુર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને ઝડપી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૫૨૪ કિ.રૂ. ૧૨,૮૧,૦૦૦/- તથા ટાટા ટેમ્પો-૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨૨,૮૩,૫૦૦/–નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Exit mobile version