Site icon Gramin Today

ભુતબેડા નો કેદી ફરાર થતા જેલરે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ સર્જન વસાવા

વડોદરા મધ્યસ્થ જેલનો ફર્લો રજા લઈ ગયેલ ભુતબેડા નો કેદી ફરાર થતા જેલરે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભુતબેડા ગામના રહેવાસી અને આજીવન કેદની સજા ભોગવવી રહેલો કેદી વડોદરા મધ્યસ્થ જેલ માંથી રજા બાદ ફરાર થતાં ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મધ્યસ્થ જેલનાં જ્યુડીશિયલ જેલર એસ.એચ.વસાવા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલમાં સજા ભોગવતા પાકા કેદી નંબર ૮૨૭૬૯ વસાવા રાજેશભાઈ નવલાભાઈ રહે. ભુતબેડા તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓને માંગરોલ પો. સ્ટે.પાર્ટ એ-૩૯/૧૯૯૮.સેસન્સ કેસ નં-૧૮૭/૧૯૯૮ ઈ.પી.કો. કલમ-૩૦૨,૩૨૩ મુજબના ગુનામાં એડી.સેસન્સ કોર્ટ સુરતનાઓએ તા.૧૭/૦૪/૨૦૦૦ના રોજ આજીવન કેદ તથા દંડ રકમ રૂ.૨૩૦૦/- તેમજ ન ભરવા બદલ વધુ ૦૬ (છ) માસ અને ૧૫ (પંદર) દિવસની સજા કરી હતી આ કેદી મજકુરને અધિક પોલીસ મહાનિર્દેશક હું જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદના જા.નં./જ્યુડી/ફરલ/૨૦૬૧૪૮૨૦૨૩ તા.૧૭/૦૭/૨૦૨૩ ના હુકમથી દિન-૧૪ માટે ફર્લો રજા મંજુર થતા આ કેદીને તા.૧૮/૦૮/૨૦૨૩ ના રોજ ફર્લો રજા પર મુકત કરેલ જે કેદીએ રજા પુર્ણ થતા તા.૦૨/૦૯/૨૦૨૩ ના રોજ જેલબંધી પહેલા અત્રેની જેલે ફર્લો રજા પરથી હાજર થવાનુ હતુ પરંતુ નહી થતા ફરાર થઈ જતાં ડેડીયાપાડા પોલીસે આ ફરિયાદના આધારે ફરાર કેદી ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version