Site icon Gramin Today

બાતમીના આધારે સાગી લાકડાં ભરેલ પીકઅપ ટેમ્પો ઝડપી પાડતાં ભેંસકાતરી રેંજનો સ્ટાફ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ભેંસકાતરી રેંજની સફળ કામગીરી 

                         શ્રી દિનેશ એન. રબારી .D.C.F ઉત્તર ડાંગ વન વિભાગ, આહવાના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓશ્રી ભેંસકાતરીને મળેલ બાતમીના આધારે ભેંસકાતરી રેંજ સ્ટાફ સાથે ભેંસકાતરી બીટ કં.નં.188 માં કપાયેલ સાગી ઝાડ ને વેચવા માટે લેવા આવવાના ની બાતમી ના આધારે વોચ ગોઠવવામાં આવેલ જ્યાં સવારે 3.00 કલાકે પાંઢરમાળ વાંકન રસ્તા પર વાધદેવ પાસે બોલેરો પીકઅપ નંબર MH 15 HH 3687 માં સાગી નંગ-7 ગેરકાયદેસર રીતે બિન પાસ-પરવાનગીએ ભરતા ઈસમો સ્ટાફને જોઇ ભાગી છૂટેલ અને પિકઅપ નો ડ્રાઇવર પિકઅપ લઇ સરકારી ગાડીને ટક્કર મારી ભાગી છુટેલ બાદ ચારે બાજુ નાકાબંદી કરી બોલેરો પીકપ નંબર MH 15 HH 3687 ગાડીનો પીછો કરતા અંદાજે 11 કિ.મી. દુર ભેંસકાતરી આશરે ફળિયા પાસે પીકપ ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ખાડામાં ઉતરી જતા પીકપ ડ્રાઇવર પીકપ છોડી અંધારોનો લાભ લઇ ભાગી છુટેલ બાદ પિકઅપ અને સાગી લાકડાં કબજો લઇ વધુ તપાસ કરતા સાગી નંગ- 7 જે ભરવાના હતા જેના ઘ.મી.1.913 જેની અંદાજીત કિંમત 70,000/- તેમજ મહેન્દ્ર બોલેરો પીકપ ની અંદાજીત કિંમત 7,30,000 કુલ 8,00,000/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને તેની આગળની તપાસની કાર્યવાહી RFO શ્રી સમીર કોંકણી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Exit mobile version