ક્રાઈમ

પ્રોહીબેશન ગુનામાં બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી તાપી પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

પ્રોહીબેશન ગુનામાં બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવા તાપી પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલ.

પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ ટુંક સમય આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોઇ જે અનુસંધાને તાપી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના સોનગઢ ખાતેનાં પો.સ્ટે.માં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુભાઇ ગામીત રહે. સોનગઢ શિવાજીનગર તા. સોનગઢ જિ. તાપીનાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓ તરફ મોકલી આપેલ. જે અન્વયે કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓના પાસા અટકાયતી હુકમ નંબર કમાંકઃ એમએજી/પાસા/રજી. નં. 03/2020 ના આધારે પ્રોહી લીસ્ટેડ બુટલેગર્ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુભાઇ ગામીત રહે. સોનગઢ શિવાજીનગર તા. સોનગઢ જિ. તાપી નાઓના પાસા મંજુર થતાં તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી COVID-19 નો ટેસ્ટ કરાવી આજરોજ તા. 12/02/2021 ના કલાક 12; 30 વાગે અટકાયત કરી પોલીસ જાપ્તા સાથે જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપવા તજવીજ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है