Site icon Gramin Today

પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

છોટાઉદેપુર એલ.સી.બી.એ કદવાલ પ્રોહીબિશનના ગુનાઓ માં છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો ;

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ અને ધર્મેન્દ્રશર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ. રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કદવાલ

પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૩૬/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨) મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉન બસ સ્ટેન્ડ પાસે આવેલ છે, જેથી એલ.સી.બી.સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી

મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ ઇસમ:

(૧) નજરુભાઇ ઉર્ફ નજરાભાઇ ઢેડીયાભાઇ રાઠવા ઉ.વ .૪૪ ધંધો ખેતી રહે.બરોજ કાસટ ફળીયા તા. જી.છોટાઉદેપુર.

Exit mobile version