Site icon Gramin Today

ડેડીયાપાડા ના એક નોકરિયાત ને અજાણી મહિલા સામે વિડીયો કોલમાં ન્યૂડ થવાના ચક્કરમાં લાખો ગુમાવ્યા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડાનો શિક્ષક અજાણી મહિલા સામે વિડીયો કોલમાં ન્યૂડ થવાના ચક્કરમાં 1.13 લાખ ગુમાવવાનો વારો આવ્યો આખરે પોલીસ નો લીધો સહારો.. 

વોટ્સએપ મેસેજ અને કોલમાં મહિલાએ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ શરૂ કર્યું બ્લેક મેલિંગ નો ખેલ..

દિલ્હીની એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ ઓફિસર તરીકે ની ઓળખ આપી યુટ્યુબ પરથી વિડીયો ડીલીટ કરવા ચારચાર વખત ઉઘરાણું કર્યું: 

નર્મદા જિલ્લાની દેડિયાપાડાની સરકારી સ્કૂલનો શિક્ષક સાયબર હની ટ્રેપનો ભોગ બન્યો છે. યુવતી સાથે મધમીઠી ગોષ્ઠિ કરવામાં ટોળકીએ શિક્ષકનો ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ રૂપિયા 1.13 લાખ વસૂલી લીધા છે.

 દેડિયાપાડા તાલુકાનો શિક્ષક જ મોહજાળમાં ફસાઈ સાયબર માફિયાઓનો ભોગ બન્યો છે. સરકારી શાળાનો 46 વર્ષીય શિક્ષક તરીકે ફરજ બજાવતા ચુનીલાલ ગામીયાભાઈ વસાવાના મોબાઈલ પર સુનિતા શર્મા નામની મહિલાના મેસેજ આવ્યા હતા.

હાય હલ્લો થી શરૂ થયેલી દોસ્તી બ્લેકમેલિંગ સુધી પહોંચતા આખરે લાખો ગુમાવ્યા…

 બન્ને વચ્ચે મેસેજિંગ અને વીડિયો કોલિંગ શરૂ થયું હતું. શિક્ષક મહિલાની મોહજાળમાં ફસાઈ વિડીયો કોલિંગ પર નિર્વસ્ત્ર થઈ જતા તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાયુ હતું.

જે બાદ તેની પાસે વિડીયો ડીલીટ કરવાના મહિલાએ પ્રથમ 5000 માંગ્યા હતા. જે બાદ દિલ્હી સાયબર ક્રાઇમના ઓફિસર તરીકે રામકુમાર પાંડેયે એન્ટ્રી કરી હતી. જેને યૂટ્યૂબ પરથી શિક્ષકનો ન્યૂડ વિડીયો હટાવવા સંજય સિંઘ નામના શખ્સ દ્વારા અને અન્ય આશુતોષ સહુએ ફોન કરી 2 વખત એકાઉન્ટમાં 37,000/-, એક વખત 20,000/- અને એક વખત 17,700/- નખાવડાવી કુલ 1.13 લાખ ખંખેરી લેવાયા હતા. શિક્ષક પૈસા આપી થાકી ગયા બાદ અંતે દેડિયાપાડા પોલીસ મથકે મહિલા સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટર:સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version