શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના આહવા ગામની ૧૮ વર્ષીય યુવતી ગુમ થઈ:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ આહવા ૧૮ વર્ષીય યુવતી ગુમ થયેલ છે.
ગુમ થનાર નામે રૂથાબેન માળવીશ ઉંમર ૧૮ વર્ષ છે. રહે.આહવા પટેલપાડા તા.આહવા જિ.ડાંગ જે દેખાવે ઘંઉ વર્ણ, ઊંચાઈ ૫ ફુટ જેના શરીરે લીલા કલરનો કુર્તો તથા કાળા કલરનો જીન્સ પહેરેલ છે. તેઓ ડાંગી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર છે. રૂથાબેન ડો/ઓફ પિન્ટુભાઇ રામુભાઇ માળવીશ તારીખ ૧૧/૦૩/૨૦૨૬ ના રોજ સવાર થી હરકોઇ સમયે હરકોઇ વખતે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી જઇ ગુમ થયેલ છે. જે બાબતે રૂથાબેનના વાલી દ્વારા આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉક્ત વર્ણનવાળી યુવતી જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં મળે તો, આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલીસ સ્ટેશનનો ૦૨૬૩૧-૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

