Site icon Gramin Today

ચોરીના વાહન સાથે એક ઇસમને પકડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરુચ શહેર A ડીવીઝન પોલીસ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

ચોરીના વાહન સાથે એક ઇસમને પકડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ,

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરુચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ મુંડા નાઓ દ્વારા મિલ્કત સબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા આપેલ સુચના આધારે, પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.કે.ભરવાડ ભરુચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમીયાન ચોક્કસ બાતમી મળેલ કે સાદીક ઉસ્માન કાઝી નામનો ઇસમ નંબર પ્લેટ વગરની ચોરીની મો.સા. સાથે ભય શહેરમા આવેલ સુપર માર્કેટ ખાતે આવેલ હોય, જે આધારે તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ નંબર પ્લેટ વગરની મો.સા. સાથે સુપર માર્કેટ ખાતે ઉભેલ હતો, જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર-પુરાવા, કાગળો માંગતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી મો.સા.ના એન્જીન-ચેસીઝ નંબર આધારે “રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલમાં” સર્ચ કરતાં આ મો.સા.નો રજી.નંબર-GJ-05-LQ-6374 હોવાનું તથા સદરહુ મો.સા. બાબતે સુરત શહેરના રાંદેર પો.સ્ટે. ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાઇ આવેલ, જેથી સદરહુ મો.સા.ને CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને CRPC-૪૧(૧)આઇ મુજબ હસ્તગત કરવામાં આવેલ છે. સદરહુ બાબતે સુરત શહેરના સંદેર પો.સ્ટે. ખાતે ટેલીફોન વર્ષીથી જાણ કરવામાં આવેલ છે. આગામી દિવસોમા ભરુચ શહેર “એ ડીવી. પો.સ્ટે. મિલકત સબંધી/વાહન ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કટીબધ્ધ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ:

(૧) એક પેશન પ્રો મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦/

શોધી કાઢેલ ગુનો:

(૧) સુરત શહેર રાંદેર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ-૦૭૬૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

પકડાયેલ આરોપીઓ: 

(૧) સાદીક ઉસ્માન કાઝી રહે. માન-બી/૧૭૫, એ. મદિનાપાર્ક, બાવા રેહાન દરગાહ પાસે, ભરૂચ કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ

પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ, હે.કો. રાજેન્દ્રભાઇ, તથા પો.કો. સરફરાજ, કાનુભાઇ, મહેશકુમાર, શક્તિસિંટ, અજયસિંહ ધર્મેન્દ્રભાઇ, દિક્ષીતભાઇ નાઓ ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version