Site icon Gramin Today

ચીકદા ચોકડી પાસેથી બાઈક પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા ચીકદા ચોકડી પાસેથી મોટર સાઇકલ પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB નર્મદા;

તારીખ 8 જુલાઈ ના રોજ LCB સ્ટાફ ના અમલદાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી કે મોસદા રોડ તરફથી મોટર સાઈકલ પર વિદેશી દારૂ લવાઈ છે, તે બાબતે બેસણા રોડ પાસે વોચ રાખતા નંબર વગરની યામાહા FZ ગાડીને અટકાવતા ત્યાંથી નાસી છૂટતા તેનો પીછો કરી ડેડીયાપાડા ના ચીકદા ચોકડી પાસેથી પકડી પાડી તેમની પાસે રહેલ ભારતીય બનાવટના વિદેશી કવાટરીયા નંગ 93 રૂપિયા 9,300 તેમજ યામાહા કંપનીની FZ મોટર સાઇકલ કિંમત રૂપિયા 40,000 મળી કુલ કિંમત રૂપિયા 49,300 નો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણ વિરુદ્ધ પ્રોહીબીસન એકટ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version