Site icon Gramin Today

કરતલ ત્રણ રસ્તા પાસે થી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા તાલુકાના કરતલ ત્રણ રસ્તા પાસે થી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ;

તારીખ 15 ઓકટોબર ના રોજ ડેડીયાપાડા પોલીસ સ્ટાફના અમલદાર હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ , વીનેશભાઈ તથા પોલીસ સ્ટાફના માણસો નવરાત્રી ના પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, જેમાં પોલીસે કલતર ગામ પાસે નાકા બંધી કરી સામે થી કાળા કલરની નંબર પ્લેટ વગર ની મોટરસાઇકલ પર બે ઈસમો સવાર હતા અને તેમની પાસે ને અટકાવી, તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાઇ આવ્યો હતો, જેમાં બિયર નંગ 48 , દેશીદારૂ સૌફ ના કવાટરીયા 200 નંગ નો પ્રોહીબિશન મુદ્દામાલ કિંમત રૂપિયા 10,800/- તેમજ પલ્સર મોટરસાઇકલ,મોબાઈલ નંગ 1 મળી કુલ કિંમત રૂપિયા 26,300/- ના મુદ્દામાલ સાથે સાગબારા તાલુકાના ખોપી ગામ ના વડગામ ફળીયા ગામના મનોજ બંસીલાલ વસાવા તથા મહારાષ્ટ્ર ના અમૃત રમેશ વસાવે ને ઝડપી લઈ આ બન્ને વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Exit mobile version