Site icon Gramin Today

સાગબારા તાલુકાનું દેવમોગરા માતાજીનુ મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લું :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આદિવાસીઓ ની કુળદેવી યાહા મોગી… દેવમોગરા માતાજીનુ મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકાયું: સરકાર ની ગાઈડલાઈન  અનુસાર ભક્તોને દર્શન માટે ખુલ્લું મુકાયું માતાજીનું મંદિર, 

સાગબારા તાલુકામાં આવેલ દેવ મોગરા માતાજી નું મંદિર તા. ૧૧/૬/૨૦૨૧ ના રોજ સવારે ૬ વાગ્યા થી મંગળા આરતી થી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.

  દેવ મોગરા ખાતે દેવ મોગરા માતાજીનું મંદિર કોરોના વાયરસ મહામારીને લઈને બંધ હતું. શ્રી દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના ઉપ પ્રમુખ નાનસીગભાઈ વસાવાના જણાવ્યા અનુસાર દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આજ રોજ તા. ૧૧-૦૬-૨૦૨૧ ને શુક્રવારે સવારે ૬-૦૦ વાગ્યે થી મંગળા આરતી બાદ ભાવિક ભકતો માટે સરકાર ની ગાઈડ લાઈન SOP મુજબ ખુલ્લું મૂકવામાં આવશે, એમ જણાવ્યું છે.

 

Exit mobile version