શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ફુલસર સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગુરુજનો દ્વારા અનોખી રીતે ગણેશ વિસર્જન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું;
તારીખ ૧૮ સપ્ટેમ્બર શનિવારના રોજ માધ્યમિક શાળા ફુલસર ના શિક્ષક નરેન્દ્રભાઈ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટીના ગણેશજી બનાવીને તેની સ્થાપના કરી હતી, તેમજ ખાસ કરીને તેઓએ સમાજ અને લોકોને એક અનોખો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા માટીની મૂર્તિ બનાવી ને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તો પ્રકૃતિ નું રક્ષણ પણ થઈ શકે છે,
તમામને શંદેશો આપતા માધ્યમિક શાળાના બાળકો એ ફુલસર ગામ માંથી પસાર થતી ટુકનર નદીમાં ભજન કીર્તન કરીને હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવ મનાવી ગણપતિ દાદા ને વિદાય આપી હતી.