Site icon Gramin Today

સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર: નર્મદામાં ખ્રિસ્તી ધર્મના પ્રાર્થનાઘર તોડવા સામે વિરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર: નર્મદા માં ખ્રિસ્તી ધર્મના પ્રાર્થનાઘર (ચર્ચ) તોડવા સામે નોધાવ્યો વિરોધ;

દેડિયાપાડા તાલુકાના ઊંડાણના ગામોમાં ખ્રિસ્તી ધર્મના પ્રાર્થનાઘર તોડી પાડવાના બનાવો સામે વિરોધ કરવા જિલ્લાના સમગ્ર ખ્રિસ્તી સમાજ તરફ થી કલેકટર નર્મદાને આવેદનપત્ર પાઠવી આ પ્રકારની પ્રવૃતિઓ બંધ કરાવવા અને ધાર્મિક સદભાવના જળવાઈ રહે તેવી માંગણી કરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ દેડિયાપાડા તાલુકાના સાગબારા વિસ્તારમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે. ત્યારે જેતે ગામ માં ખ્રિસ્તી સમાજ તરફ થી પ્રાર્થના ઘર બનાવવામાં આવે છે. હાલ સાગબારા તાલુકાના રાણીપુર ગામમાં બની રહેલ પ્રાર્થના ઘર મામલે ખ્રિસ્તી સમાજે આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાણીપુરા ગામનું દેવળ પંચાયત પાસેથી કાયદેસર પરવાનગી મેળવી બનાવેલ હોવા છતાં કેટલાક લોકો દ્વારા આ દેવળ તોડી પાડવાની તજવીજ કરી ધાર્મિક સૌહાર્દ નું વાતાવરણ બગાડી રહ્યા છે. ગયા મહિને સાબૂટી ગામમાં પણ આ રીતે પ્રાર્થના ઘર તોડી નાખ્યું હતું. હવે જો આવી ઘટનાઓ બનતી રહશે તો અમારા વિસ્તારમાં સુલેહ  શાંતિ અને સલામતી ભંગ ન થાય માટે તંત્ર આવાં તત્વો સામે કડક વલણ અપનાવે તે જરૂરી.  ધાર્મિક સ્થાનો ફક્ત સાથે માણસ જાતની આસ્થાઓ જોડાયેલી હોય છે, અહી એપણ ઉલેખનીય છે કે શું ગામડાઓમાં ફક્ત ખ્રિસ્તીઓના જ દેવળો છે? જો બીજા ધર્મ અને સંપ્રદાયના પણ છે તો ફક્ત અમને જ ટાર્ગેટ કરવું કેટલુ વ્યાજબી? એવું લોક ચર્ચાઓએ જોર પકડયું છે. 

Exit mobile version