Site icon Gramin Today

ભાગવત કથાના આચાર્યશ્રી નિલેશભાઈ શાસ્ત્રીની અમૃત વાણીનો શ્રોતાઓને દિવ્ય સંદેશ પાઠવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  વાંસદા: કમલેશ ગાંવિત 

શ્રી મદ ભાગવત કથાના આચાર્યશ્રી નિલેશભાઈ શાસ્ત્રીની અમૃત વાણીનો શ્રોતાઓને દિવ્ય સંદેશ પાઠવ્યો “માનવ સેવાએ માધવ સેવા છે”. 

વાંસદા જલારામ હોલમાં ચાલી રહેલી ભાગવત કથાના ત્રીજા દિવસે યજમાન રાધા મંડળ રહ્યું હતું, વક્તા શ્રી નિલેશભાઈ શાસ્ત્રી એ જણાવ્યું કે જેસીઆઈ વાંસદા રોયલ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેનાં ભાગરૂપે આયોજીત કથા અનાથ વિદ્યાર્થીઓના લાભાર્થે છે.

માનવ સેવાએ માધવ સેવા છે ગામની સેવાએ રામની સેવા છે,

સમાજની સેવાએ સદગુરુની સેવા છે સેવાએ પરમ ધર્મ છે.

ભાગવત કથા હર્દયમાં ભક્તિને જગાડે છે.ભક્તિ થી વિવેક પ્રાપ્તિ થાય છે.વિવેક અને ભક્તિ ભેગી થઈ તો સેવાની ભાવના જગાડે છે.

ભગવાને આપ્યું હોઈ તો જરૂરતમંદ માનવ ની સેવા કરી લેવી.

તા:7/9/23 ને ગુરુવારના રોજકૃષ્ણ જન્મોત્સવ હોય ભાવિક ભક્તોને આયોજિત કથામાં રસપાન કરવાં મોટી સંખ્યામા પધારી લાભ લેવા જેસીઆઈ વાંસદા રોયલ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

Exit mobile version