Site icon Gramin Today

કુકરમુંડા તાલુકાના મોદલા ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મોદલા ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો: 

કાર્યક્રમમાં ભાવિકો દ્વારા સંત શ્રી ગુલામ મહારાજનું આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કુકરમુંડા તાલુકાના મોદલા ગામ ખાતે આપ કી જય પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો .જેમાં સવારે શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના મોદલા ગામ ખાતે આજરોજ સંત શ્રી ગુલામ મહારાજની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સવારે આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો અને ગામમાં ફરીને ગુલામ મહારાજના ના આશિષ વચનો નો પ્રચાર કર્યો હતો .અને ગ્રામજનોએ તેનો લ્હાવો લીધો હતો. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગુલામ મહારાજના સંતવાણીનું પ્રવચન કર્યા હતા. ત્યારબાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે ભોજન પ્રસાદી કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી.

Exit mobile version