Site icon Gramin Today

મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતોપુત્રો ચિંતિત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા  સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતોપુત્રો ચિંતિત;

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગયો (મોઝેઇક) રોગ જોવા મળતા ખેડૂત પુત્રો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાએ ખેડૂતો માટે માર્ગદર્શન આપ્યું છે, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે, કે આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકા જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળું બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. ઉપર નાના પીળા ટપકા પડે છે.

અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા ફૂલ બેસે છે અને સિંગો તથા દાણાનું કદ નાના અને પીળા થાય છે, આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.

નિયંત્રણ માટે શરૂઆતમાં રોગીષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશ કરવો, એસીટામિપાઇડ ૩ગ્રામ અથવા થાયમીથોકઝામ ૩ગ્રામ પૈકી કોઈ પણ એક કીટનાશક દવા 10 પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળશે એમ જણાવ્યું છે.

Exit mobile version