Site icon Gramin Today

નાની ભમતી ખાતે ટાટા રેલીઝ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા તાલીમ યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદાના નાની ભમતી શિવજીના મંદિર ખાતે ટાટા રેલીઝ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા તાલીમ યોજાઈ.

ધાન્યા સિડ્સ ટાટા રેલીઝ ઇન્ડિયા લિમિટેડ કંપનીના distributors ની અધ્યક્ષતામાં તાલીમનું આયોજન કરાયુ :

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે ભારતની અગ્રણી કંપની રેલીઝ ઇન્ડિયા લિમિટેડ (ધાન્યા સિડ્સ) (ટાટા પ્રોડક્ટ) એ ધાન્યા પ્રગતિ શીલ ખેડૂતો માટે ખેડૂત તાલીમ રાખી હતી. જેમાં ૬૦ જેટલા ખેડૂતો એ ભાગ લીધો હતો. ખેડુત તાલીમ માં કંપનીના ગુજરાતના માર્કેટિંગ મેનેજર સાહેબશ્રી રાકેશભાઈ શર્મા તેમજ Sales Excutive શ્રી ધર્મેશભાઈ માહલા તથા વાંસદા તાલુકા ના ઇન્ચાર્જ ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા હતાં. જેમાં ડાંગરની ખેતી વિશે માહિતી તેમજ ટાટા કંપની ડાંગરનું બિયારણ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં એમના હાઇબ્રિડ ડાંગર MC-13, DR8101, DR8336, તથા MR8383 વિશે માહિતી આપી હતી. સાથે ટાટા કંપનીનું નવું હાઇબ્રિડ DR8336નું બધા ખેડૂતોને ડેમો આપ્યા હતાં.

કૌસીકભાઇ ગામીત -ખેડુત કુકડા.તા. વાંસદા જણાવે છે કે મને ગયાં વર્ષે ધન્યા સિડ્સ ની હાઇબ્રીડ ડાંગર ની DR8336 જાત ડેમો માં મળી હતી. એમાં ખુબ સારું ઉત્પાદન મળ્યું હતું અને ઘાસ ચરો પણ ખુબ સારો મળ્યો હતો અને આ ડાંગર ની જાત પડી જતી નથી. 

Exit mobile version