Site icon Gramin Today

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લાના ખેડુતો: ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે:

 વ્યારા : તાપી જિલ્લાના ખેડુતોએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. જે અન્વયે વર્ષ: ૨૦૨૧-૨૨માં વિવિધ યોજનાઓ પૈકી સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ, માલ વાહક વાહન(કિસાન પરિવહન યોજના) અને ફાર્મ મશીનરી બેંક તથા સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓનો લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની થાય છે.
ફાર્મ મશીનરી બેંક યોજના હેઠળ સહાય મેળવવા માટે તા.૨૦/૦૯/૨૦૨૧, પશુ સંચાલીત વાવણીયો માટે તા.૦૨/૧૦/૨૦૨૧, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ (સીમાન્ત ખેડુતો/ ખેત મજુરો માટે) તા.૦૪/૧૦/૨૦૨૧, માલ વાહક વાહન(કિસાન પરિવહન યોજના) માટે ૩૧/૧૦/૨૦૨૧ સુધી, તથા સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ હેઠળ વર્મી કમ્પોસ્ટ, સેન્દ્રિય ખેતી(કન્વર્શન સમય) માટે ઇનપુટ સહાય, રજીસ્ટ્રેશન/ઇન્સ્પેકશન/સર્ટીફીકેટના વળતર માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ખેડુત મિત્રો અરજીઓ કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Exit mobile version