Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું;

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગે તારીખ 13 જૂન 2022ના રોજ અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન ગાર્ડન દ્વારા ખેડૂતોને આર્થિક ફાયદો અને બફોર્ટિફાઇડ પાકો વિશે માહિતી આપવામાં આવી હતી,

ત્યારબાદ ડૉ. મીનાક્ષીબેન તિવારી વૈજ્ઞાનિક દ્વારા કિચનગાર્ડનનું શાકભાજી પાક કેલેન્ડરની માહિતી આપી અને કિચન ગાર્ડન માટે શાકભાજી નું બિયારણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ, આ પ્રવૃત્તિમાં જુદા જુદા નર્મદા જિલ્લાની 12 ગામોની આદિવાસી મહિલાઓ મળીને કુલ 68 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. તેમજ નવસારી કૃષિ યુનર્વિસટી દ્વારા સંશોધિત ફોર્ટિફાઇડ ડાંગર -GNR-9, વરી, નાગલી જેવા બિયારણો બેહનોને આપવામાં આવ્યા હતા. 

Exit mobile version