Site icon Gramin Today

કમોસમી વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણીની રેલમછેલ: વરસાદના કરા પડતા શિયાળુ પાકને ભારે નુકશાન: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ  ડાંગ રામુભાઇ માહલા 

વીજળીના કડાકા-ભડાકા સાથે પવનના સુસવાટા કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણીની રેલમછેલ પથરાઈ ગઇ હતી વરસાદના કરા પડતા શિયાળુ પાકને ભારે નુકશાન: 

ડાંગ જિલ્લામાં આજે બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે પવનના સુસવાટા કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણીની રેલમછેલ પથરાઈ ગઇ હતી વરસાદ ના કરા તૂટી પડતા શિયાળુ પાકને જંગી નુકસાનીના સમાચાર, 

           ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મોસમનો મિજાજ બદલાયો છે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી ડાંગ જિલ્લાના સાપુતારા, શામગહાન, સુબીર વઘઇ સહિતના વિસ્તારોમાં બે દિવસથી કમોસમી વરસાદ પડતાં સર્વત્ર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી જે બાદ આજરોજ સુબીર ચિંચલી સહ્યાદ્રિ પર્વતમાળા વિસ્તારમાં વાદળો ના કડાકા કડાકા સાથે પવનના સુસવાટા સાથે પાણીના કરા વાળો કમોસમી વરસાદ તૂટી પડતા શિયાળુ પાક ની ખેતી કરનારા ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો હતો ખેડૂતોના ડુંગળી, લસણ, વટાણા, મગ સહિતના પાકને બચાવવા માટે ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી વરસાદ સાથે કરાની ચાદર પથરાઇ જતાં ખેડૂતોના પાક ને જંગી નુકસાની થઈ હતી કમોસમી વરસાદના લીધે ઠંડકની શીત લહેર વ્યાપી ગઇ હતી.

Exit mobile version