Site icon Gramin Today

એગ્રીસટેક ખેડૂત રજીસ્ટ્રેશનમાં ખેડૂતો માટે સેલ્ફ મોડમાં ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે અનુસરવાના થતાં સ્ટેપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

એગ્રીસટેક ખેડૂત રજીસ્ટ્રેશનમાં ખેડૂતો માટે સેલ્ફ મોડમાં ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે અનુસરવાના થતાં સ્ટેપ

ભારત સરકારશ્રી દ્વારા Digital Public Infrastructure for Agriculture ના ભાગરૂપે Agristack Project અમલમાં મુકેલ છે. જે મુજબ તા.૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં PM-KISAN યોજનાના લાભાર્થીઓના ફાર્મર રજીસ્ટ્રેશન પુર્ણ કરવા તથા માર્ચ,૨૦૨૫ સુધીમાં સમગ્ર રાજ્યના તમામ ખેડુતોના રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રી અન્વયે પુર્ણ કરવા જણાવેલ છે.

ખેડુતોના રજીસ્ટ્રેશનની કામગીરી જે તે ગામના VLE/VCE મારફત થતી હતી જ્યારે હવે ખેડુતો જાતે જ  https://gjfr.agristack.gov.in/ લિંક ઓપન કરી નીચે મુજબ Farmar ID માટે રજીસ્ટ્રેશન કરી શકે છે.

રજીસ્ટ્રેશન ખેડૂતમિત્રોએ અનુસરવાના સ્ટેપ

ખેડૂતમિત્રોએ ઉપરની લિંક ઓપન કરીને ફાર્મર લોગીનમાં create new account પર ક્લીક કરવું.

સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં OTP મેળશે તે દાખલ કરવો.આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. આધારના તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો. ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.

ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે. આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે. આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે. fetch land details પર ક્લિક કરવું.

ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો.આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે. Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.

નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા.ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું. ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો. ત્યારબાદ submit પર ક્લિક કરવું. રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.

Exit mobile version